News of Tuesday, 5th May 2026
પોરબંદરમાં દાટી દેવાયેલ નવજાત શિશુની હત્યાનો ભેદ ઉકેલાયો
પરીણીતાએ પ્રેમી પુરૂષ સાથે શારીરિક સંબંધ બાંધતા બાળકનો જન્મ થયો હતોઃ પતિ વિપુલભાઇ કાનાભાઇ વાસણ દ્વારા તેની પત્ની સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદઃ પરીણિતાએ જન્મ આપેલ બાળકને જમીનમાં દાટીને હત્યા કરી નાખી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. પઃ ઓડદર પાસે હાઇવે સાઇડ નવજાત શિશુને જમીનમાં જીવતા દાટી દઇને હત્યા કરાયાનો ભેદ પોલીસે ઉકેલીને આ બનાવમાં રીસામણે બેઠેલી પરીણિતા સહિત ત્રણ સામે ગુન્હો નોંધ્યો છે.
મુળ મંડેર અને હાલ ચિંગારિયા ગામમાં રહેતા વિપુલભાઇ કાનાભાઇ વાસણ (કોળી) એ માધવપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, તેની રિસામણે બેઠેલી પત્ની જાગૃતિ (મૂળુભાઇ જીવાભાઇ વાજાની પુત્રી) સાથે શારીરિક સંબંધ બાંધ્યો ન હોય છતાં બાળકને જન્મ આપીને બાળકને જીવતા જમીનમાં દાટીને બાળકની હત્યા કરી નાખી હતી.
આ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, બાળકની હત્યામાં પત્ની જાગૃતિને મદદગારીમાં દૂધીબેન મુળુભાઇ રે. મંડેર તથા હિતેષ ખીમાણી રહે. દોલતગઢવાળા સામેલ હતાં.
પત્ની રિસામણે ગયા બાદ પ્રેમીકા સાથે રંગરેલીયા મનાવતા પત્ની ગર્ભવતી થયેલ અને બાળકને જન્મ આપ્યો હતો. આ પાપ છુપાવવા ઓડદર નજીક હાઇવે સાઇડ જમીનમાં બાળકને દાટી દઇને બાળકની હત્યા કરી નાખી હતી.
રાણાવાવના ડીવાયએસપી સુરજીત મહેડુ આ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
