News of Tuesday, 15th September 2026
મનપાની રસ્તાની કામગીરીની પોલ ખુલી :ગાંધીધામ-આદિપુરમાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય રોડ બેસી જતાં વાહનવ્યવહાર પ્રભાવિત
આદિપુર અને રામબાગ પાસે રસ્તો બેસી જતાં લોકોની મુશ્કેલી વધી:મૈત્રી સ્કૂલ પાસે રસ્તા પર મોટો ખાડો પડી ગયો:ઠેકઠેકાણે રસ્તાઓ બેસી જતાં વાહનચાલકોને ભારેહાલાકી

કચ્છના ગાંધીધામમાં ભારે વરસાદે મનપાની રસ્તાની કામગીરીની પોલ ખોલી નાખી છે. ગાંધીધામ-આદિપુરમાં ધોધમાર વરસાદને પગલે મુખ્ય રોડ બેસી જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વરસાદી પાણી વચ્ચે અનેક વાહનચાલકો અટવાયા હતા. આદિપુર અને રામબાગ પાસે રસ્તો બેસી જતાં લોકોની મુશ્કેલી વધી છે. જ્યારે મૈત્રી સ્કૂલ પાસે રસ્તા પર મોટો ખાડો પડી ગયો છે. ઠેકઠેકાણે રસ્તાઓ બેસી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રસ્તા અને વરસાદી પાણી વચ્ચે વાહન ચલાવવું મુશ્કેલ બનતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. વરસાદ બાદ રસ્તાની કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
