<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

સુત્રાપાડામાં ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે નગરપાલિકા કક્ષાનો ૧૨મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના અધ્‍યક્ષસ્‍થાને કાર્યક્રમનો પ્રારંભ, મોટી સંખ્‍યામાં લાભાર્થીઓએ લીધો સરકારી સેવાઓનો લાભ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૧૫: સુત્રાપાડા સ્‍થિત ડૉ. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે સુત્રાપાડા નગરપાલિકા કક્ષાના ૧૨મા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જશાભાઈ બારડના અધ્‍યક્ષસ્‍થાને કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સુત્રાપાડાના વતની અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જશાભાઈ બારડના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા મોટી સંખ્‍યામાં નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના વહીવટમાં પારદર્શિતા વધે, નાગરિકોની વ્‍યક્‍તિગત રજૂઆતો અને અરજીઓનો ઝડપી નિકાલ થાય તથા સરકારી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સરકારી સેવાઓ માટે નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને એક જ સ્‍થળેથી વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે આ કાર્યક્રમની વિશેષતા છે

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જશાભાઈ બારડે જણાવ્‍યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત તા. ૫ નવેમ્‍બર, ૨૦૧૬ના રોજ તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે કરવામાં આવી હતી. આ કાર્યક્રમના માધ્‍યમથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહ્યો છે અને તેમની રજૂઆતોના નિકાલ માટે અસરકારક વ્‍યવસ્‍થા ઊભી થઈ છે. સેવા સેતુના વિવિધ તબક્કાઓ દ્વારા કરોડો અરજીઓ અને નાગરિકોની સમસ્‍યાઓના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ હેઠળ રાજ્‍ય સરકાર સુશાસન, પારદર્શક વહીવટ અને લોકકલ્‍યાણના અભિગમ સાથે જનસેવાનાં કાર્યોને આગળ ધપાવી રહી છે.

આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોસાઈ, જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી  અનિલભાઈ જેઠવા, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ  કાળાભાઈ બારડ, ઉપપ્રમુખના પ્રતિનિધિ  વજુભાઈ પંપાણીયા, કારોબારી ચેરમેન નરેશભાઈ કામળિયા સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ  સુરાસિંહભાઈ મોરી, મહામંત્રી સિદ્ધરાજ રાઠોડ,  અમરસિંહ મેર, કોળી સમાજના આગેવાન  રામભાઈ પટેલ, હરેશભાઈ કામલીયા, દિનેશભાઈ કામળીયા, વિજયભાઈ કાછેલા,રાહુલભાઈ ઠકકર, રાહુલભાઈ વાણવી જાદવભાઈ વાણવી સહિત નગરપાલિકાના કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને ભ્‍ણ્‍ઘ્‍ પ્રશ્‍નાવડા સ્‍ટાફ ડૉ.હંસાબેન.એ.ડોડીયા, રેખાબેન.એસ.ડોડીયા,ઘ્‍ણ્‍બ્‍ દક્ષાબેન.ડી.મોરી.તેમજ રામસિંહ ભાઈ ઝાલા,રોહિત ભાઈ ઝાલા મહિપતભાઈ જાદવ તેમજ મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(10:53 AM IST)