<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

અમરેલીના દામનગરમાં પાલિકા સદસ્યોનો સપાટો: :રૂપિયા 90 લાખના નાળાના કામો અટકાવી દીધા

સત્તાધારી સદસ્યોએ અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી

અમરેલી જિલ્લાના દામનગર નગરપાલિકા વિસ્તારમાં સત્તાધારી સદસ્યોએ અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે. પાલિકા સદસ્યો દ્વારા ચાલી રહેલા નાળાના નિર્માણ કાર્યોનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. લોટિયાળ અને નબળા બાંધકામને જોઈને ભારે નારાજ થયેલા સદસ્યોએ સ્થળ પર જ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અંદાજે ₹90 લાખના વિકાસ કાર્યોને તાત્કાલિક અસરથી અટકાવી દઈ આગળની કડક કાર્યવાહીની ચીમકી આપી છે.

(11:15 PM IST)