News of Saturday, 19th September 2026
પોરબંદર માણેક ચોકમાં સફાઇ અભિયાનમાં મહાનગરપાલિકા કમિશનર ટી.સી. તીરથાણી જોડાયા
મ્યુનિ.કમિશનર સાથે ડે.મેયર મનીષભાઇ અને પદાધિકારીઓ સફાઇ અભિયાનમાં સહભાગી બન્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૯: સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માણેકચોક ખાતે મહાસફાઈ અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા પ્રત્યે જનજાગળતિ વધારવા તેમજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી ટી.સી. તીરથાણી અને ડેપ્યુટી મેયર શ્રી મનીષભાઈ શિયાળ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સહભાગી બની સફાઈ કામગીરી હાથ ધરી હતી.
આ મહાસફાઈ અભિયાનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર કિશન ગરસર, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, કોર્પોરેટર હર્ષદભાઈ બામણીયા, ક્રિષ્નાબેન કોટિયા, પ્રતાપભાઈ ઓડેદરા, આશાબેન સોલંકી, રાજેશભાઈ લોઢારી, ભરતભાઈ વાઘ, સાગરભાઈ ઓડેદરા, ખ્યાતિબેન લોઢારી, લીલાબેન લાખાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.
મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત તા. ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ સ્વચ્છતા અને જનજાગળતિલક્ષી ઙ્કવળત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે માણેકચોક ખાતે યોજાયેલા મહાસફાઈ અભિયાનમાં સૌએ સાથે મળીને સ્વચ્છતા જાળવવા અને શહેરને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની પોતાના આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા તેમજ કચરો જાહેર સ્થળોએ ન નાખી કચરાનો યોગ્ય નિકાલ કરવા અપીલ એક યાદીમાં કરવામાં આવી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
