News of Wednesday, 23rd September 2026
જામનગર શહેરને સ્વચ્છ બનાવવા મનપા કમિશનર ખુદ મેદાને ઉતાર્યા
રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મનપા કમિશનરનું સરપ્રાઈઝ ચેકિંગ :ડીએમસી, એએમસી સોલિડ વેસ્ટ સહિતના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા: પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં ગંદકી, કચરો કરતા લોકો અને વેપારીઓ સામે તંત્રની કડક કાર્યવાહી

જામનગર શહેરને સ્વચ્છ બનાવવા મનપા કમિશનર ખુદ મેદાને ઉતાર્યા હતા, આજે રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મનપા કમિશનરએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું
ડીએમસી, એએમસી સોલિડ વેસ્ટ સહિતના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં ગંદકી, કચરો કરતા લોકો અને વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી શહેરને સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવવા મનપાના કમિશનર ખુદ મેદાનમાં આવ્યા હતા (તસવીર - અહેવાલ :મુકુંદ બદીયાની)
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
