તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
મોરબીમાં એમઆરસી બેઠકઃ જેતપર સહિતના ગામોમાંથી ખેડૂતો ઉમટયા
સુરક્ષાના ભાગરૂપે એલસીબી- એસઓજી સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં: પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો ખુલ્લો રખાયો

(પ્રવિણ વ્યાસ- જયેશ ભટ્ટાસણા દ્વારા) મોરબી- ટંકારા તા.૨૫: મોરબી જિલ્લામાં આજે MRC કમિટીની બેઠક માટે જુદા જુદા ગામોના હજારો ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થઈ ગયા છે. ખાસ કરીને જેતપર ગામના ખેડૂતો અગાઉથી જ ફૂડ પેકેટ સાથે કચેરીએ પહોંચી ગયા છે.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રવેશ માટે માત્ર વચ્ચેનો ૧ જ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે. કચેરી પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે LCB અને SOG ના સ્ટાફને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા કચેરી ખાતે જુદા જુદા હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. આ હેલ્પ ડેસ્કની મદદથી કયા ગામના ખેડૂતોને કઈ જગ્યાએ જવું તેની વ્યવસ્થા અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને હવે જોવાનું એ રહે છે કે આજે કેટલા ગામોની MRC કમિટીની રચના થાય છે.
સવારથી સાંજ સુધી ૫ પરિશિષ્ટ હેઠળ તાલુકાવાર અને ગામવાર બેઠક વ્યવસ્થા ગોઠવાય છે. (સાંજે ૦૬ વાગ્યે - કુલ ૫૬૭ ખેડૂતો): ૮૦૦ કે.વી. ખાવડા નાગપુર, ૬૬ કે.વી. ચરાડવા થી માણાક, ૬૬ કે.વી. પાંડાતીર્થ થી માનસર અને ૬૬ કે.વી. કલાવડી થી ધીયાવડ લાઈન હેઠળ મોરબી તાલુકાના શીશોયાળી (૧૩૫); હળવદ તાલુકાના ચરાડવા (૧૧૨), દેવીપુર (૩૨), ચિત્રોડી (૪૧), સરંભડા (૫૧), કડીયાણા (૮૬), દીઘડીયા (૩૪), ચરાડવા (૧૭), દેવીપુર (૩), માણાક (૧૮), રાયસંગગઢ (૯), માનસર (૮), મેરૂપર (૧૧), પાંડાતીર્થ (૯), સુંદરગઢ (૨૩), માનસર (૯), મેરૂપર (૧૨), પાંડાતીર્થ (૬), સુંદરગઢ (૨૪); તથા વાંકાનેર તાલુકાના ધીયાવડ (૭), વઘાસીયા (૫), ખેરવા (૯), કરાકોટ (૧૧) અને કલાવડી (૨) ખેડૂતો
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
