તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
કચ્છમાં નવા સીએનજી પંપ શરૂ કરવા સાંસદ વિનોદ ચાવડાની રજૂઆત: પેટ્રોલિયમ કંપનીઓને લખ્યા પત્ર
હાલ સીએનજીના પંપ ખૂબ જ ઓછા હોઈ વાહનચાલકોને ભારે મુશ્કેલી : ગાંધીધામ,અંજાર,આદિપુર સહિત કચ્છનાં વિવિધ તાલુકાઓમાં જરૂરિયાત મુજબ સી.એન.જી પંપ શરૂ કરવા જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ : કચ્છમાં નવા સીએનજી પંપ શરૂ કરવા સાંસદ વિનોદ ચાવડાએ રજૂઆત કરી છે.
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સી.એન.જી) વાહનો માં વપરાતું એક સ્વસ્છ અને પર્યાવરણ ને અનુકુળ ઇંધણ છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વારંવાર સી.એન.જી ગેસ વાપરવા અપીલ કરેલ છે. વાહનો અને પર્યાવરણ માટે ખુબજ અગત્ય નું છે. અને હવે ભારતભરમાં સી.એન.જી વાહનો પણ ઉપલબ્ધ છે. પરંતુ કચ્છ માં હજુ પણ સી.એન.જી પંપો ખુબજ ઓછા છે, વપરાશ અને વાહનો ની સંખ્યા ની દ્રષ્ટિ એ પંપો ઘણા ઓછા છે. સી.એન.જી વપરાતા વાહન ધારકો ને લાંબી લાઈનો માં ઉભું રહેવું પડે છે, સમયનો વેડફાટ થાય છે.તેમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું છે.
સાંસદ સાંસદ વિનોદ ચાવડા તરફથી ભારત પેટ્રોલીયમ, ઇન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ, ગુજરાત ગેસ, અદાણી ટોટલ ગેસના ડાયરેક્ટરશ્રી ઓને ગાંધીધામ – અંજાર – આદિપુર તથા કચ્છ નાં વિવિધ તાલુકાઓ માં જરૂરિયાત મુજબ સી.એન.જી પંપો સ્થળ પસંદગી તથા અન્ય જરુરી પ્રક્રિયા હાથ ધરી વહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરાવવા ભલામણ પત્રો લાખેલ છે.
ઉપરોક્ત બાબતે જનહિત ની દ્રષ્ટીએ પ્રાથમિકતા આપી હકારાત્મક અને ઝડપી કાર્યવાહી કરવા સાંસદ વિનોદ ચાવડાએ અનુરોધ કરેલ છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
