તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
સરધારના ઉમરાળીમાં એમપીના પ્રવિણનું બેભાન હાલતમાં મોત
વાડીએ મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં મળતાં હોસ્પિટલે ખસેડાયા બાદ દમ તોડયો

રાજકોટ તા. ૨: સરધારના ઉમરાળી ગામે ભાનુભાઇ કાથડની વાડીમાં રહી ખેત મજૂરી કરતો પ્રવિણભાઇ કેવલાભાઇ નીનામા (ઉ.વ.૨૫) નામનો યુવાન વાડીએ બેભાન થઇ જતાં સારવાર માટે સરધાર સ્વામિનારાયણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં ટુંકી સારવાર બાદ મોત થયું હતું.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એમ. ડી. મુંધવાએ ત્યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પ્રવિણભાઇ વાડીએ બેભાન મળ્યો ત્યારે મોઢામાંથી ફીણ નીકળી ગયા હતાં. મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતક મુળ મધ્યપ્રદશેના અલીરાજપુરના ભાભરા તાબેના ખેરીયાનાલા ગામનો વતની હતો. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
