તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
સાંસદ ગેનીબેન ઠાકોરે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી
તેમણે તમામ ધર્મના લોકો ભાઈચારાની ભાવનાથી રહે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો

વાવ થરાદમાં બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે તમામ ધર્મના લોકો ભાઈચારાની ભાવનાથી રહે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાથે જ રાજકીય આગેવાનો અને નેતાઓ સમાજના હિતમાં કામ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. તમામ લોકો સાથે મળીને લોકહિતનાં કાર્યો કરે તેવી અભ્યર્થના પણ વ્યક્ત કરી હતી. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખેલદિલીની ભાવના જળવાય, લોકોના કામ થાય તેવા એજન્ડા રજૂ થાય અને વધુમાં વધુ ગ્રામ પંચાયતો બિનહરીફ થાય તેવી આશા ગેનીબેન ઠાકોરે વ્યક્ત કરી હતી
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
