News of Wednesday, 13th May 2026
ભાયાવદરમાં પાણીની સમસ્યાના નિવારણ માટે મોજ ડેમના કૂવામાં મોટર ઉતારવાની કામગીરી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા. ૧૩: ભાયાવદર શહેરની પાણીની સમસ્યાના નિવારણ માટે ૨૦૧૭માં સાહેબનો પડી ગયેલો કુવો રિપેર કરી નગરપાલિકા દ્વારા તેમાં ૧૦૦ કિલો વોટ ની મોટર ઉતારવાની કામગીરી ટીમ ભાજપ અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ બજાવી હતી જેમાં ભાજપના આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા પાણી પુરવઠા ચેરમેન બાવનજીભાઈ ખાંભલા ચેરમેન શાંતિલાલ ભોજાણી બાંધકામ ચેરમેન સરજુભાઈ માકડીયા કારોબારી ચેરમેન અતુલભાઇ વાછાણી સહિત નિરજભાઈ મકવાણા જયુભા ચુડાસમા અશોકભાઈ ખાંભલા ગૌતમભાઈ ઙ્કવીણભાઈ ટાંક સહિતના કાર્યકર્તાઓ નગરપાલિકાના કર્મચારીઓ એ ભાયાવદર ની જનતાની સુખાકારી માટે ડેમના ઊંડા કૂવામાં મોટર ઉતારવાની જોખમી કામગીરી કરી હતી. જેને શહેરની જનતાએ બિરદાવી હતી.(તસવીર ભોલુ રાઠોડ- ઉપલેટા)
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
