News of Friday, 19th June 2026
કચ્છના અંબુજા સાંધીપુરમમાં અદાણી ફાઉન્ડેશન થકી બરંદા ગામના છ બાળકોની માતા અસીબાઈને મળ્યું જીવતદાન
ફેફસાંની ગંભીર બિમારીમાં આયુષ્યમાન કાર્ડ અંગે જાણકારી આપી સારવાર માટે સંપૂર્ણ માર્ગદર્શન પૂરૂ પાડયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯: દુનિયામાં બિલ્ડિંગ સામગ્રી માટે સમાધાન પ્રદાન કરતી નવમી સૌથી મોટી કંપની અને વિવિધતાસભર ઔદ્યોગિક કામગીરીઓમાં સંકળાયેલાં અદાણી ગ્રૂપની માલિકીની કંપની અંબુજા સિમેન્ટ્સ પોતાની CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) સંસ્થા અદાણી ફાઉન્ડેશન સુનિヘતિ કરે છે કે, સરકારી હેલ્થકેર સુવિધાઓ ગ્રામીણ ગુજરાતમાં સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે.
આસીબાઈએ પોતાનું જીવન બીજાને ઉપયોગી થવામાં પસાર કર્યું હતું. ૫૩ વર્ષની વયે બરંદા (સાંઘી)નાં રહેવાસી અને છ બાળકોની માતા અસીબાઈ પશુપાલન કરીને ઘરખર્ચ ચલાવવામાં મદદ કરતાં હતાં. તેમના પરિવારમાં કમાણી કરનાર એકમાત્ર સભ્ય તેમનાં પતિ હતાં. જીવન સરળતાપૂર્વક તો નહીં, પરંતુ ઠીકઠાક ચાલતું હતું. પછી ફેંફસાનાં ગંભીર ઇન્ફેક્શનથી બધું બદલાઈ ગયું હતું. અસીબાઈ હવે કામ કરી શકતી નહોતી. ઘરને તેમનો સાથસહકાર મળવાનો બંધ થઈ ગયો. આ સમય માટે પરિવાર બિલકુલ તૈયાર નહોતો. સારવારનો ખર્ચ તેમની પહોંચની બહુ બહાર લાગતો હતો.
કુટુંબીજનોએ આયુષ્માન ભારત યોજના વિશે સાંભળ્યું હતું, પરંતુ તેનો લાભ કયારેય મેળવ્યો નહોતો. કાગળિયાની કામગીરી, પ્રક્રિયા અને આ તમામ બાબતોથી અજાણ હોવાથી તેઓ એ લાભથી વંચિત રહી ગયા હતા, જેના તેઓ હકદાર હતા. જ્યારે અંબુજા સાંઘીપુરમમાં અદાણી ફાઉન્ડેશને ‘મેરી સંગિની મેરી માર્ગદર્શિકા' પ્રોગ્રામના એક સ્વયંસેવકને અસીબાઈની સ્થિતિ વિશે જાણકારી મળી હતી, ત્યારે સ્થિતિ બદલાઈ હતી. તેમણે તરત કાર્યવાહી કરી હતી. થોડા સમયમાં અસીબાઈનું આયુષ્માન કાર્ડ બની ગયું હતું અને તેમને આ યોજનામાં શામેલ કરવામાં આવ્યાં હતાં.
ત્યાર બાદ તેમની સ્થિતિની જરૂરિયાત મુજબ સારવાર થઈ હતી. હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવવી, દવાઓ અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી નિયમિત સમયાંતરે સલાહ મેળવવી - આ સંપૂર્ણ સારવારમાં સંપૂર્ણ સાજાં થવા માટે કુલ રૂ. ૪૬,૦૦૦નો ખર્ચ થયો હતો. પરિવારજનોએ પોતાના ખિસ્સામાંથી એક રૂપિયાનો ખર્ચ કર્યો નહોતો.
અસીબાઈ સાજાં થઈ ગયાં હતાં. સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાની સારવાર માટે આર્થિક સંકટ માટે સજ્જ થઈ રહેલાં તેમનો પરિવાર બે પ્રકારની સમસ્યાથી બચી ગયા હતા. એક, તેમનું આર્થિક સંકટ ટળી ગયું હતું અને અસીબાઈ સાજા થઈ ગયા હતા. જાતમહેનતથી ગુજરાત ચલાવતા અને ઓછી બચત ધરાવતા પરિવાર માટે આ કોઈ નાનીમોટી વાત નહોતી. આ જ તેમના માટે સર્વસ્વ હતું.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
