<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

કચ્‍છના દરશડી ગામે દીકરીના વિયોગમાં મા એ ઝેર પી જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૦: કચ્‍છના માંડવી તા. ના દરશડી ગામે ૪૨ વર્ષીય જ્‍યોત્‍સનાબેન બુધાભાઈ નાયક નામની મહિલાએ ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્‍યું હતું. મૂળ વડોદરા જિલ્લાનો આ પરિવાર કચ્‍છમાં ખેત મજૂરી માટે સ્‍થાયી થયો છે. આ પરિવારની સગીર દીકરી એ ૬ મહિના પહેલા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. દીકરીની યાદમાં ગુમસુમ રહેતી માતા એ વખ ઘોળી અને પોતાનો જીવ દઈ દીધો હતો. બબ્‍બે મોતના પગલે પરિવાર વેરવિખેર થયો છે. આપઘાતના આ બનાવની તપાસ પોલીસે હાથ ધરી છે.

(10:43 AM IST)