તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
મોરબીની અવની ચોકડીએ ટાવરની મોટાભાગની લાઈટો બંધ, સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં.
અવની ચોકડીથી ઉમિયા સર્કલ સુધીના રોડ પર લગાવેલી સ્ટ્રીટ લાઈટો પૈકી અડધી લાઈટો બંધ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરની અવની ચોકડીએ તંત્રએ લગાવેલ ટાવરમાં મોટાભાગની લાઈટો બંધ છે હાઈ માસ્ટ ટાવર લગાવવામાં આવ્યા છે પરંતુ ટાવરની લાઈટો બંધ છે જેથી અંધાર પટની સ્થિતિ જોવા મળી રહી છે તે ઉપરાંત અવની ચોકડીથી ઉમિયા સર્કલ સુધીના રોડ પર લગાવેલી સ્ટ્રીટ લાઈટો પૈકી અડધી લાઈટો બંધ છે પરંતુ મનપા તંત્રને ખબર જ નથી અને લાઈટો લગાવવામાં આવી છે પરંતુ તે ચાલે છે કે નહિ તે જોનાર કોઈ નથી અને મનપાના પદાધિકારીઓ કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળે છે.
(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
