<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારે ઝાકળવર્ષા

જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ વાતાવરણ હુંફાળુઃ બપોરે ધોમધખતો તાપ

ધોરાજીમાં ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો. (તસ્‍વીરઃ કિશોર રાઠોડ- ધોરાજી)(૨.૨૦)

રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થતા વાહન વ્‍યવહારને અસર થઇ હતી અને સવારે સામાન્‍ય ઠંડકનો અનુભવ થયો હતો. જો કે સવારે સૂર્યનારાયણા દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ અનુભવાયુ હતુ અને બપોરના સમયે અસહય ઉકળાટ અનુભવાય છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીમાં અચાનક ઋતુ નું પરિવર્તન આવ્‍યું છે. ચોમાસાની વિદાય સાથે શિયાળાનો પ્રારંભ થયો હોય એ પ્રકારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્‍મસ છવાયું છે. ધુમ્‍મસને કારણે શિયાળુ પાકને ફાયદો થશે. વરસાદની આગાહી વચ્‍ચે અચાનક જ  ઋતુનું પરિવર્તન આવતા હવે દિવાળી નૂતન વર્ષ ઉપર ઠંડીનો ચમકારો જોવા મળશે

(1:40 PM IST)