News of Tuesday, 22nd September 2026
કેશોદ પોલીસના કબ્જામાં રહેલ ૨૪.૩૯ લાખની કિંમતની ૭ હજારથી વધુ ઇંગ્લિશ દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યું

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, પોલીસે પોતાના કબ્જામાં રહેલ રૂપિયા ૨૪.૩૯ લાખની કિંમતનો ૭ હજાર જેટલી ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરેલ હતો. ડીવાયએસપી, મામલતદાર તથા નશાબંધી શાખાના અધિકારીની હાજરીમાં સાલ ૨૦૨૫-૨૬ દરમિયાન અત્રેથી ઝડપાયેલ પરપ્રાંતિય ૭૦૦૦થી પણ વધુ દારૂની બોટલો પર બુલડોજર ફેરવી નાશ કરેલ હતો. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ નાશ કરવામાં આવેલ ઇંગલિશ દારૂના જથ્થાની કિંમત અંદાજે રૂપિયા ૨૪,૩૯,૦૦૦ જેવી હતી.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
