તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
જામનગર નજીક મોટી ખાવડીની લેબર કોલોનીમાં ૪૭થી વધુ શ્રમીકોને ફૂડ પોઈઝનિંગ
રાત્રીના ભોજન બાદ મજૂરોને ઝેરી અસર થતાં અફરાતફરીઃ તબીબોની ટીમ સ્ટેન્ડ ટુ, કેટલાકને રજા અપાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: જામનગર નજીક મોટી ખાવડી ગામે આવેલી લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ રાત્રીના સમયે બનાવવામાં આવેલ ખોરાક આરોગ્યા બાદ મજૂરોને એક પછી એક ઝેરી અસર થવા લાગી હતી, જેના કારણે કોલોનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનામાં અંદાજે ૪૭થી વધુ મજૂરો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં રાત્રી દરમિયાન તબીબોની ટીમને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલ તમામ મજૂરોને જરૂરી સારવાર આપવામાં આવી છે, અને તેમની તબિયત પર તબીબો સતત નજર રાખી રહ્યા છે. જે પૈકીના કેટલાક મજૂરોને રજા પણ આપી દેવાઈ છે.
પ્રાથમિક તારણ મુજબ ખોરાકમાં કોઈ પ્રકારની બગાડ કે ઝેરી પદાર્થના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે લાઈટ ન હતી ત્યારે આ બનાવ બન્યો હતો. જે મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
