News of Saturday, 2nd May 2026
જેતપુરમાં વધુ એક વ્યાજખોર સામે ફરીયાદ
વિરપુરમાં રહેણાંક મકાનમાં બે મહિલા સંચાલીત દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર, શહેરના ભોજાધાર વિસ્તારમાં રહેતા યુવાને ધંધામાં જરૂર પડતા માસિક ૫ ટકા ઉચ્ચા વ્યાજે આપી ગાળો બોલી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ નોંધાઈ
અત્રેના ભોજાધાર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પીઠવા કે જેઓ ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે જાનકી વેલ્ડીંગ વર્ક્સ નામની દુકાન ધરાવતા હોય તેને મશીન લેવા માટે રૂપિયાની જરૂર પડતા પેઢલાગામે રહેતા અને તીન બતી ચોકમાં ઓફિસ ધરાવતા સંજય મોટેરિયા પાસે થી દોઢેક વર્ષ પહેલા રૂ. ૨ લાખ માસિક ૫ ટકા લેખે વ્યાજે લીધેલ જેના દર માસે રૂ. ૧૦,૦૦૦ ચૂકવતા હોય એક મહિના પહેલા ૧ લાખ રૂપિયા બળજબરીથી કઢાવેલ હાલ ધંધો બરાબર ચાલતો ન હોય વ્યાજ ચૂકવી શકે તેમ ન હોય સંજય ફોન કરી ગાળો આપી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હોય તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ કારખાનેદારે બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ.
ઝડપાઈ
વિરપુર પોલીસે ભૂલેશ્વર ઢોરા વિસ્તારમાં રહેતી મહિલા જાગુબેન મકવાણા ના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા બે મહિલાઓ હાજર હોય તે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતી હોય ૨૧૦ લિટર દેશી દારૂ - આથો, સાધનો મળી કુલ રૂ. ૫,૬૫૦/- ના મુદામાલ સાથે જાગુબેન વિજયભાઈ મકવાણા, લાભુબેન રાજુભાઈ મકવાણા બને ને પકડી કાર્યવાહી કરેલ.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
