<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

આજે ગુરૂવારે મહીસાગર-દાહોદમાં ગાજવીજ સાથે વરસાદની વધુ શકયતા

ઉત્તર ગુજરાતના અરવલ્લી-સાબરકાંઠામાં છુટાછવાયા ઝાપટાં, બોટાદ-સુરેન્‍દ્રનગર-અમદાવાદમાં પણ વરસાદની સંભાવના

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૪: આજે રાજ્‍યના હવામાનમાં પલટો જોવા મળશે. આજે મુખ્‍યત્‍વે મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વધુ રહેલી છે. 

ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં, ખાસ કરીને રાજસ્‍થાન બોર્ડરને લાગુ વિસ્‍તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંની શકયતા છે. 

સૌરાષ્‍ટ્ર અને મધ્‍ય ગુજરાતના બોટાદ, સુરેન્‍દ્રનગર તેમજ અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પણ છૂટાછવાયા સ્‍થળોએ વરસાદની સંભાવના રહેલી છે. 

વરસાદી પ્રવળત્તિ દરમિયાન કેટલાક વિસ્‍તારોમાં પવનની ઝડપ વધી શકે છે તેમજ ગાજવીજની અસર પણ જોવા મળી શકે છે. નાગરિકોએ વીજળીના કડાકા સમયે સાવચેતી રાખવી હિતાવહ છે

(2:54 PM IST)