તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
મોરબીના મહિલા કોર્પોરેટર નુતનબેન વિડજાને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પીટલમાં, જન્મદિવસે સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
નોમના દિવસે બ્રેઈન સ્ટ્રોક આવતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની તબિયત સુધારા પર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના મહિલા કોર્પોરેટરને સાતમ આઠમના પર્વે માંદગીનો સામનો કરવો પડ્યો હતો નોમના દિવસે બ્રેઈન સ્ટ્રોક આવતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં ૯ ના કોર્પોરેટર નુતનબેન વિડજાને બ્રેઈન સ્ટ્રોક આવતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું પતિ હસુભાઈ વિડજાએ જણાવ્યું હતું મહિલા કોર્પોરેટરની માંદગીને પગલે સાથી કોર્પોરેટરો અને ભાજપ અગ્રણીઓએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી આજે નુતનબેન વિડજાનો જન્મદિવસ હોવાથી સૌ કોઈ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈને પરત આવે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
