તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Monday, 7th September 2026
મોરબીને આગામી માર્ચ મહિનામાં મળશે 775 બેડની અતિ આધુનિક નવી સિવિલ હોસ્પિટલ
30 એકરના વિશાળ કેમ્પસમાં સાત માળનું અદ્યતન બિલ્ડીંગ હશે અનેક સુવિધાઓથી સજ્જ : હાર્ટ, કેન્સર, સ્કિન અને યુરોલોજી જેવી સુપર સ્પેશિયાલિટી સારવાર પણ હશે ઉપલબ્ધ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લો બન્યાના 13 વર્ષ બાદ સીરામીક નગરી મોરબી હવે આરોગ્યક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનવા જઈ રહી છે. ખખડધજ જૂની સિવિલ હોસ્પિટલના દિવસો હવે ભૂતકાળ બની જશે, કારણ કે આગામી માર્ચ 2027 માં મોરબી-રાજકોટ હાઈવે પર શનાળા નજીક નિર્માણ પામી રહેલી અતિ આધુનિક નવી સિવિલ હોસ્પિટલ શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ હોસ્પિટલનું કામ હવે આખરી તબક્કામાં પહોંચી ગયું છે, જેથી આગામી છ મહિનામાં શહેરના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને એક જ છત નીચે શ્રેષ્ઠ તબીબી સારવાર મળતી થશે. 775 બેડની વિશાળ ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં મેડિકલ કોલેજના સહયોગથી હાર્ટ, કેન્સર, સ્કિન અને યુરોલોજી જેવી સુપર સ્પેશિયાલિટી સારવાર પણ ઉપલબ્ધ બનશે.
સીરામીક ઉદ્યોગ થકી વૈશ્વિક નામના મેળવનાર મોરબી શહેરને વર્ષ 2013માં તાલુકામાંથી જિલ્લાનો દરજ્જો હાંસલ થવા છતાં આરોગ્યક્ષેત્રે ગાંધીચોકમાં આવેલ વર્ષો પુરાણી સરકારી હોસ્પિટલ સિવાય વધારાની સુવિધા મળી ન હતી, જો કે, વર્ષ 2022માં મોરબીને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મળતા મોરબી શહેર-જિલ્લાના નાગરિકોને આરોગ્ય સેવામાં સુધારા થયા છે,બીજીતરફ આરોગ્ય વિભાગ દ્વારા મોરબીને મેડિકલ કોલેજ મળ્યા બાદ રાજકોટ-મોરબી હાઇવે પર શનાળા નજીક અંદાજે 30 એકર વિશાળ જગ્યામાં મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, બોયઝ-ગર્લ્સ હોસ્ટેલ અને સ્ટાફ ક્વાટર્સ માટેનો પ્રોજેક્ટ મંજુર કરતા હાલમાં અહીં મેડિકલ કોલેજ તેમજ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ કાર્યરત થઈ ચુકી છે.
જો કે, મોરબી શહેર-જિલ્લાની ભવિષ્યની જરૂરિયાત તેમજ સીરામીક, પેપરમિલ, લેમિનેટ્સ સહિતના ઉદ્યોગોને ધ્યાને લઈ મોરબી ખાતે મેડિકલ કોલેજ સલંગ્ન હોસ્પિટલ માટે સરકારે ઉદાર નિર્ણય લઈ અહીં મેડિકલ કોલેજની સાથે જ નવી 750થી 775 બેડની ક્ષમતા વાળી નવી સિવિલ હોસ્પિટલ પણ મંજુર કરી હોય હાલ સાત માળની નવી સિવિલ હોસ્પિટલની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સંભવતઃ આગામી માર્ચ મહિનામાં મોરબીને નવી સિવિલ હોસ્પિટલની સેવા મળતી થશે, સાત માળની વિશાળ સિવિલ હોસ્પિટલમાં વર્તમાન ગાયનેક, આંખ, કાન, નાક, ગળાના વિભાગ, ફિઝિયોથેરાપી, ઓર્થોપેડિક, ગાયનેક, જનરલ મેડિસિન ઉપરાંત આગામી સમયમાં કાર્ડિયાક, યુરોલોજી, કેન્સર સહિતના નવા સપુર સ્પેશિયાલિટી વિભાગો પણ કાર્યરત ક૨વામાં આવી શકે છે.
સીરામીક ઉદ્યોગ થકી વૈશ્વિક નામના મેળવનાર મોરબી શહેરને વર્ષ 2013માં તાલુકામાંથી જિલ્લાનો દરજ્જો હાંસલ થવા છતાં આરોગ્યક્ષેત્રે ગાંધીચોકમાં આવેલ વર્ષો પુરાણી સરકારી હોસ્પિટલ સિવાય વધારાની સુવિધા મળી ન હતી, જો કે, વર્ષ 2022માં મોરબીને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મળતા મોરબી શહેર-જિલ્લાના નાગરિકોને આરોગ્ય સેવામાં સુધારા થયા છે,બીજીતરફ આરોગ્ય વિભાગ દ્વારા મોરબીને મેડિકલ કોલેજ મળ્યા બાદ રાજકોટ-મોરબી હાઇવે પર શનાળા નજીક અંદાજે 30 એકર વિશાળ જગ્યામાં મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, બોયઝ-ગર્લ્સ હોસ્ટેલ અને સ્ટાફ ક્વાટર્સ માટેનો પ્રોજેક્ટ મંજુર કરતા હાલમાં અહીં મેડિકલ કોલેજ તેમજ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ કાર્યરત થઈ ચુકી છે.
જો કે, મોરબી શહેર-જિલ્લાની ભવિષ્યની જરૂરિયાત તેમજ સીરામીક, પેપરમિલ, લેમિનેટ્સ સહિતના ઉદ્યોગોને ધ્યાને લઈ મોરબી ખાતે મેડિકલ કોલેજ સલંગ્ન હોસ્પિટલ માટે સરકારે ઉદાર નિર્ણય લઈ અહીં મેડિકલ કોલેજની સાથે જ નવી 750થી 775 બેડની ક્ષમતા વાળી નવી સિવિલ હોસ્પિટલ પણ મંજુર કરી હોય હાલ સાત માળની નવી સિવિલ હોસ્પિટલની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સંભવતઃ આગામી માર્ચ મહિનામાં મોરબીને નવી સિવિલ હોસ્પિટલની સેવા મળતી થશે, સાત માળની વિશાળ સિવિલ હોસ્પિટલમાં વર્તમાન ગાયનેક, આંખ, કાન, નાક, ગળાના વિભાગ, ફિઝિયોથેરાપી, ઓર્થોપેડિક, ગાયનેક, જનરલ મેડિસિન ઉપરાંત આગામી સમયમાં કાર્ડિયાક, યુરોલોજી, કેન્સર સહિતના નવા સપુર સ્પેશિયાલિટી વિભાગો પણ કાર્યરત ક૨વામાં આવી શકે છે
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
