<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

મોરબી વોર્ડ નં 11 ના ઉમેદવારોની પેનલને તમામ સોસાયટીઓમાંથી ઉમલકાભેર આવકાર.

મોં મીઠા કરાવી, ફુલહાર કરવા સાથે જીતનો વિશ્વાસ આપતા મતદારો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ખાતે કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં 11 ના બાળકોથી લઈ યુવાનો વડીલોના મનગમતા અને તેને વિજેતા બનાવી કોર્પોરેશનમાં મોકલવા મન બનાવી ચૂકેલા ઉમેદવારો એટલે ભાજપની પેનલના ઉમેદવારો ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનવડા, શ્રી મતિ નિરૂપાબેન (શિલ્પા) નિલેશભાઈ કાલરીયા તેમજ શ્રી મતિ ભારતીબેન ચુનીલાલ પરમારના ચુંટણી પ્રચાર માટે તમામ ઉમેદવારો અમૃતનગર, હરિહર નગર, વિદ્યુતનગર, વૈભવ લક્ષ્મી, નીતિન પાર્ક, સદગુરૂ નગર, વિશ્વકર્મા સોસાયટી, રોયલ પાર્ક, બોન્ની પાર્ક, ચિત્રકૂટ, ઉમિયાનગર, વેલકમ પ્રાઈડ, ફ્લોરા 158, લોટસ 158, શ્રી શક્તિ ટાઉનશિપ સહીતની આ વોર્ડની તમામે તમામ સોસાયટીઓ, વિસ્તારમાંથી ભાજપની આ પેનલને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. લોકો સમુહમાં એકઠા થઈ પેનલના ઉમેદવારોને હંસતા મોંએ આવકારે છે, ઉમેદવારોના મોં મીઠા કરાવે છે, હારતોરા કરે છે અને પેનલને  ખોબલે ખોબલે મત આપી જંગી લીડથી જીતાડી આપવાના પણ કોલ આપી રહ્યા છે.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ સતત સાથે રહી મતદારોને અપીલ કરવા સાથે ઉમેદવારોને માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે.
સોસાયટી ના લોકસંપર્ક વેળાએ રવાપરના સરપંચ તરીકે ઉલ્લેખનીય સેવાઓ આપનાર ગોપાલભાઈ વસ્તાભાઈ કાંસુન્દ્રા અને રવાપર ગામ માટે સદા કાર્યરત એવા રવિભાઈ ધનજીભાઈ સનાવડા તેમજ  બંને મહિલા ઉમેદવારો ખેલદિલી પૂર્વક પોતાના વિસ્તારમાં જે કામ નથી થયા તેવા બધા કામો રોડરસ્તા, પાણી, ગટર વ્યવસ્થા , તળાવનું બ્યુટીફીકેસન સહિતના કામો કરવા અને અધુરા કામો પુરા કરવા પોતે આ કોર્પોરેશનની ચુંટણી લડી રહ્યા હોવાનું જણાવવા સાથે ભાજપની પેનલને જંગી બહુમતીથી
ચૂંટી એક  સેવા કરવસનો મોકો આપવા વિનંતી પણ કરી રહ્યા છે.
મોરબીમાં સમાવિષ્ટ થયા પહેલા મીની મોરબી ગણાતા રવાપર વોર્ડ નં 11 માં ચુંટણી તો મહાપાલીકાની છે, પણ ધમધમાટ વિધાનસભાની ચુંટણી જેવો દેખાય છે

(1:16 AM IST)