News of Monday, 11th May 2026
મોરબી વોર્ડ ૯ ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયાએ રેંકડીવાળા, પાથરણાવાળા, ફેરિયાઓને ગરમીથી રક્ષણ માટે છત્રી વિતરણ કર્યું.
છત્રીઓનું વિતરણ આખો દિવસ તડકામાં ઊભા રહેતા ભાઈને છાંયડો મળ્યો. ફળ શાકભાજી વેચતા લારીવાળાને – ધંધાના સ્થળે છત્રી આપી

( પ્રવી વ્યાસ દ્વારા ) મોરબી : હાલ કાળઝાળ ગરમી પડી રહી છે સૌ કોઈ ગરમીથી પરેશાન છે આવી કાળઝાળ ગરમીમાં પણ જરૂરિયાતને પગલે નાના વેપારીઓ લારી રાખી તેમજ રોડ સાઈડમાં ચીજવસ્તુનું વેચાણ કરતા હોય છે આવા નાના વેપારીઓને ગરમીથી રક્ષણ માટે વોર્ડ ૦૯ ના મહિલા કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયાએ છત્રી વિતરણ કર્યું હતું.
મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 9 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા આજરોજ ઘોમઘખતા તાપમાં રોડ પર શાકભાજી-ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ આખો દિવસ તડકામાં ઊભા રહેતા ભાઈને છાંયડો મળ્યો. ફળ શાકભાજી વેચતા લારીવાળાને – ધંધાના સ્થળે છત્રી આપી ભગવતીબેને જણાવ્યું કે, “43 ડિગ્રી ગરમીમાં આપણા નાના વેપારી ભાઈ-બહેનો તડકામાં ધંધો કરે છે. તેમની મહેનતને સલામ. આ નાની છત્રી તેમને ગરમીથી રક્ષણ આપશે અને અમને સેવાનો મોકો મળ્યો.”
આમારૂ પણ કોઇ છે જે અમારી ચિંતા કરે છે અને અમારી મદદે દોડી આવે છે તેવો પ્રતિભાવ આ નાના વેપારીઓએ આપવા સાથે ભગવતીબેનનો આભાર માન્યો હતો.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
