તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
મોરબીવાસીઓએ આખી રાત ફટાકડા ફોડી દિવાળી ઉજવણી, ફાયર ટીમે ૩૫ સ્થળોએ આગ પર કાબુ મેળવ્યો.
TRB જવાને સમયસુચકતા વાપરી મોપેડમાં સમયસર આગ પર કાબુ મેળવ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દીપાવલીના પર્વની મોરબીવાસીઓએધામધુમથી ઉજવણી કરી હતી સમગ્ર રાત્રી સુધી ફટાકડાની આતશબાજી કરી બાળકોથી લઈને વડીલો તેમજ મહિલાઓ સહિતના સૌ કોઈએ મોજ માણી હતી તો દિવાળી પર્વે મોરબી ફાયરની ટીમ આખી રાત દોડતી રહી હતી અને ૩૫ સ્થળોએ આગ લાગતા કાબુ મેળવ્યો હતો.
દીપાવલી પર્વને ધ્યાને લઈને મોરબી ફાયરની ટીમો શહેરના રવાપર ચોકડી, નવા બસ સ્ટેન્ડ પાસે, મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠે અને મહેન્દ્રનગર ચોકડી એમ ચાર પોઈન્ટ પર સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવી હતી દિવાળીના પર્વે મોરબી ફાયર ટીમ આખી રાત દોડતી રહી હતી ફાયર ટીમને કુલ ૩૫ જેટલા ફાયરના નાના મોટા કોલ મળ્યા હતા જેમાં ખુલ્લા પ્લોટ, વંડા, જાહેર રોડ સહિતના સ્થળોએ આગ લાગતા તુરંત ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો મોરબી શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ ફાયર ટીમે આગની ઘટનામાં તુરંત પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો મોરબી શહેર અને જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં દિવાળી પૂર્ણ થઇ હતી પોલીસ ટીમો પણ આખી રાત પેટ્રોલિંગ કરી સુરક્ષા પૂરી પાડી હતી અને મોરબીવાસીઓએ હર્ષોલ્લાસ સાથે દિવાળી પર્વની યાદગાર ઉજવણી કરી હતી.
TRB જવાને સમયસુચકતા વાપરી મોપેડમાં સમયસર આગ પર કાબુ મેળવ્યો.
મોરબીમાં દિવાળી પર્વે શહેરમાં જુપીટર સ્કૂટરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી મોપેડમાં કોઈ કારણોસર આગ લાગતા નજીકમાં તૈનાત ટીઆરબી જવાને સમયસુચકતા વાપરી સમયસર મોપેડમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો જેથી મોટી દુર્ઘટના થવા પામી ના હતી સ્કૂટરમાં આગ લાગતા થોડીવાર માટે વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
