તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
મોરબીઃ શક્તિચોકમાં માં આદ્યયશક્તિ મંદિરના પટાંગણમાં માંસના અવશેષો મળી આવતા હિન્દુ સમાજમાં ભારે રોષ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૦: શક્તિચોક વિસ્તારમાં આવેલમાં આધ્યશક્તિ મંદિરના પટાંગણમાં આજ રોજ માંસના ટુકડાઓના અવશેષો મળી આવતા હિન્દુ સમાજમાં અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. મંદિર જેવા પવિત્ર ધાર્મિક સ્થળના પટાંગણમાં આ પ્રકારે માંસના અવશેષો નાખવામાં આવવાની ઘટના નિંદનીય છે. પ્રાથમિક દૃષ્ટિએ આ અવશેષો ઇરાદાપૂર્વક નાખવામાં આવ્યા હોવાની આશંકા છે, જેની તટસ્થ તપાસ થવી અત્યંત જરૂરી છે.
એક તરફ મહાનગરપાલિકા દ્વારા માંસની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ હોવાની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ હિન્દુ સમાજ મહાનગર પાલિકાને સીધો સવાલ કરે છે કે જો ખરેખર માંસની દુકાનો અને કતલખાનાઓ બંધ છે, તો આ માંસના ટુકડાઓ કયાંથી આવ્યા? કયાં કાપવામાં આવ્યા અને કયાંથી વધારીને મંદિરના પટાંગણ સુધી પહોંચાડવામાં આવ્યા?
આવી ઘટનાઓને કારણે મંદિરની આસપાસ રહેતા હિન્દુ સમાજના પરિવારો પણ ભારે ત્રાસ અને માનસિક વ્યથાનો સામનો કરી રહ્યા છે. ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતી આવી પ્રવળત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. હિન્દુ સમાજની લાગણી અને ધાર્મિક આસ્થાનું સન્માન જળવાય તે વહીવટી તંત્રની જવાબદારી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ન્યાયસંગત કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ, સર્વે હિન્દુ સંગઠનો અને સમગ્ર હિન્દુ સમાજની ઉગ્ર માંગણી છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
