તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 4th June 2026
ઓપરેશન ડેલ્ટા અન્વયે મોરબી પોલીસે બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લીધી
અન્ય બે શંકાસ્પદોની પૂછતાછઃ ડી.વાય.એસ.પી. જે.એમ.આલ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૪: મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા.
રાજ્યના ગળહ મંત્રી દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને પગલે રાજ્યભરમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા પોલીસ ટીમો તપાસ ચલાવી રહી છે જેમાં મોરબી પોલીસે ગત મોડી રાત્રીના ઓપરેશન દરમિયાન બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી હતી.
મોરબી ડીવાયએસપી જે એમ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓપરેશન ડેલ્ટા અન્વયે મોરબી જીલ્લાના ચાર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લાની એલસીબી, એસઓજી, સાયબર ટીમ ઉપરાંત તમામ પોલીસ મથકોની અલગ અલગ ટીમો બનાવી પોલીસે બાંગ્લાદેશીઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી ગત રાત્રીના કુલ ૧૦૦ લોકોને તપાસવામાં આવ્યા હતા જેમાં બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં પોલીસ ટીમને સફળતા મળી છે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરતા હોવાથી સિરામિક ઝોનમાં વિશેષ તપાસ ચલાવી હતી હાલ બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી છે તો અન્ય બે શકમંદોની પૂછરપછ ચાલી રહી છે.
ઝડપાયેલી બે બાંગ્લાદેશી મહિલાઓ કયાં રૂટથી આવી, કોની પાસે રોકાઈ હતી તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે ઉપરાંત તેમની પાસે ભારતના આધાર કાર્ડ જેવા ડોકયુમેન્ટ છે કે નહિ તેની તપાસ ચાલી રહી છે ગત વર્ષે ઓપરેશન ચલાવી ૧૦ બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા હતા તેમ ડીવાયએસપીએ જણાવ્યું હતું.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
