<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ

કોંગ્રેસ કાર્યાલયથી નવા બસ સ્ટેશનની સામે આવેલ સરદાર પટેલની પ્રતિમા સુધીની વિજય માર્ચ યોજાઇ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સોમવારે સાંજે મોરબીમાં વિજય માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કોંગ્રેસ કાર્યાલયથી નવા બસ સ્ટેશનની સામે આવેલ સરદાર પટેલની પ્રતિમા સુધીની વિજય માર્ચ યોજાઇ હતી અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ભગતસિંહ સહિતના શાહિદ વીરોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તાજેતરમાં નિટના પેપર લીક કાંડ સામે કરવામાં આવેલ આંદોલનને લઈને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામુ આપવું પડ્યું છે તેની ઉજવણી કરવામાં આવી હતી અને યુવાનો તેમજ વિધાર્થીઓની સરકાર સામે આ સૌથી મોટી જીત છે. તથા જે દિવસથી પેપર લીક થયું તે દિવસથી મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લામાં અલગ અલગ સમયે ચારેક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા આજે જે કાર્યક્રમ કર્યો હતો તેમાં પુષ્પરાજસિંહ જાડેજા, વસિમભાઇ મન્સૂરી, મુકેશભાઇગામી, દીપકભાઈ પરમાર, દમયંતિબેન નિરંજની, રાજુભાઇ આહીર, સતિષભાઇ મેરજા, મિલનભાઈ સોરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેવી માહિતી મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમ મનસુરી પાસેથી મળેલ છે.

(1:11 AM IST)