તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
મોરબી જીલ્લામાં ૪૮ કલાકમાં સાર્વત્રિક વરસાદ પડશે
ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાંત રમેશ બસિયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૩૧: જાણીતા હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા - ટંકારા) એ જણાવ્યા મુજબ દક્ષિણ અને મધ્ય ભારત પર સક્રિય થયેલી મજબૂત હવામાન સિસ્ટમને કારણે આગામી કલાકોમાં ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શકયતા છે. હાલમાં વિદર્ભ, ઉત્તર-પヘમિ મહારાષ્ટ્ર અને તેને સંલગ્ન દક્ષિણ-મધ્ય પ્રદેશ પર એક મજબૂત ‘ડિપ્રેશન' સર્જાયું છે, જેનું કેન્દ્ર નાગપુર આસપાસ નોંધાયું છે.
આ સિસ્ટમને સંગત વરસાદી વાદળોનો જમાવડો પヘમિ, દક્ષિણ-પヘમિ અને ઉત્તર-પヘુિમ દિશામાં જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમ પヘમિ-ઉત્તરપヘમિ તરફ આગળ વધી રહી હોઈ, ૩૧ જુલાઈની મોડી સાંજ કે રાત સુધીમાં તેનું કેન્દ્ર પૂર્વ-મધ્ય ગુજરાત તથા દક્ષિણ-પヘમિ મધ્યપ્રદેશની સરહદ નજીક પહોંચવાની સંભાવના છે.
સિસ્ટમ અતિ મજબૂત હોવાને કારણે આગળ વધવાની સાથે જ અરબી સમુદ્રથી સૌરાષ્ટ્ર સુધી એક મજબૂત ટ્રફ (વરસાદી પટ્ટો) સક્રિય થઈ રહ્યો છે. આ સિસ્ટમ અને ‘ઓફ-શોર ટ્રફ'ના સંયુક્ત પ્રભાવ હેઠળ મોરબી જિલ્લામાં આગામી ૪૮ કલાક દરમિયાન ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદી માહોલ જામશે.વરસાદની સાથે સાથે જિલ્લામાં ૪૦ થી ૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવવાની અને કયાંક ભારે ગાજવીજ થવાની પૂરેપૂરી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાનની આ તીવ્ર સિસ્ટમને કારણે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓラટંકારા, વાંકાનેર, હળવદ, મોરબી અને માળિયામાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં ૨ થી ૪ ઇંચ અને નીચાણવાળા કે સક્રિય પટ્ટાઓમાં ૬ ઇંચ સુધીનો વરસાદ પડે તેવા એંધાણ છે.
ચાલુ ચોમાસાની સિઝનમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ આગાહી માં જણાવ્યા અનુસાર, આ ચોમાસાના નવા રાઉન્ડમાં ટંકારા તાલુકામાં ધમાકેદાર અને ખૂબ જ સારો વરસાદ પડશે, જેથી પંથકમાં સિઝનની વરસાદી ઘટ પૂરી થઈ જશે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
