તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 18th September 2026
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખની નાની પૌત્રી નીવા રાજકોટીયાએ દીવો પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની વિશિષ્ટ શુભકામના પાઠવી.
મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
દેશભરના નાગરિકોએ પોતપોતાની રીતે 'આશીર્વાદનો દિવો' પ્રગટાવીને વડાપ્રધાનજીને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના પરિવારમાં પણ વિશેષ આનંદનો માહોલ રહ્યો હતો. તેમની નાની એવી પૌત્રી નીવા નિનાદભાઇ રાજકોટીયા દ્વારા પોતાના નિવાસસ્થાને ભાવપૂર્વક દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. માસૂમ નીવાએ પોતાની આગવી અને સુંદર શૈલીમાં એક ખાસ વિડીયો બનાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.
નાની બાળકીની આ લાગણીસભર અને નિશ્છલ અભિવ્યક્તિનો વિડીયો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને તેની આ ભાવનાને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
