<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

મોરબી બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા બુધવારે હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન.

આ પવિત્ર યજ્ઞ મોરબીના નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી : મોરબી મહિલા મંડળ અને મોરબી બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી શ્રાવણ વદ તેરસને બુધવાર, તારીખ 9-9-2026 ના રોજ હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યજ્ઞ મોરબીના નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે યોજાશે.


આ હોમાત્મક લઘુરુદ્ર મહાયજ્ઞના આચાર્ય પદે બાલકૃષ્ણ એન. ભટ્ટ બિરાજમાન થશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ સંપન્ન કરાવશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, યજ્ઞનો પ્રારંભ સવારે 7:00 કલાકે થશે અને બપોરે 1:00 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ અવસરે આયોજકો દ્વારા વિપ્ર પરિવાર તથા તમામ ધર્મપ્રેમી ભક્તજનોને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(4:43 PM IST)