તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
મોરબીમાં ભૂપેન્દ્રભાઈ પટેલે અજંતા ઓરેવા ગ્રુપના ઉદ્યોગપતિ સ્વ.પ્રવિણભાઈ ભાલોડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
શોકગ્રસ્ત ભાલોડિયા પરિવારજનોને મળી સાંત્વના પાઠવીઃ મોરબીના ઔદ્યોગિક વિકાસ તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાએ આપેલા અમૂલ્ય યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ આદરપૂર્વક યાદ કર્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃતા.૨૬: મોરબીના આંગણે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અજંતા ઓરેવા ગ્રુપના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિવાસસ્થાને હાજરી આપીને સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ઙ્કવીણભાઈના પુત્ર નેવિલભાઈ ભાલોડીયા, હિમાંશુભાઈ ભાલોડીયા અને ભાઈ જયસુખભાઈ ભાલોડીયા સહિત શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે અર્થે સાંત્વના પાઠવી હતી. મોરબીના ઔદ્યોગિક વિકાસ તેમજ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવળત્તિઓમાં સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાએ આપેલા અમૂલ્ય યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ આદરપૂર્વક યાદ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરીયા, ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમળતિયા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.(-બળવંતસિંહ જાડેજા-માહિતી ખાતુ મોરબી)
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
