તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
મોરબી: વીરપર સ્થિત નવયુગ કોલેજ ખાતે ‘જેન્ડર સેન્સિટાઈઝેશન' જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના અંતર્ગત સમાનતા અને સન્માનજનક સમાજના નિર્માણનો સંદેશ અપાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા વીરપર સ્થિત નવયુગ કોલેજ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે લિંગ સંવેદનશીલતા (જેન્ડર સેન્સિટાઇઝેશન) વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ત્રી-પુરુષ સમાનતા, પરસ્પર આદરભાવ, મહિલાઓના બંધારણીય અધિકારો અને ભેદભાવમુક્ત સમાજના નિર્માણ અંગે વ્યવહારુ ઉદાહરણો સાથે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે શૈક્ષણિક સંસ્થાઓ, કાર્યસ્થળ અને સમાજમાં મહિલાઓ માટે સુરક્ષિત તથા સન્માનજનક વાતાવરણ ઊભું કરવામાં યુવાવર્ગની શું જવાબદારી છે, તે અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નવયુગ કોલેજના પ્રિન્સિપાલ સતીશભાઈ વોરા, અધ્યાપકગણ તથા સંકલ્પ હબના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકીની ઉપસ્થિતિ રહી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
