News of Thursday, 18th June 2026
મોરબી એ ડિવીઝન પોલીસે ૩ર મોબાઇલ ફોન અને સોનાનો ચેઇન મુળ માલીકને પરત સોંપ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ વાય બી જાડેજાના માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ અને ચીલ ઝડપમાં ગયેલ સોનાનો ચેન શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફ ટીમ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરતા કુલ ૩૨ મોબાઈલ કીમત રૂ ૭,૦૮,૭૯૧ અને એક ફરિયાદીનો સોનાનો ચેન કીમત રૂ ૧,૭૫,૦૦૦ એમ કુલ રૂ ૮,૮૩,૭૯૧ નો મુદામાલ શોધી કાઢી અરજદારોને પરત સોપવામાં આવ્યો હતો.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
