તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
કાલથી ઓગસ્ટ માસનો પ્રારંભઃ હિંદુ પંચાંગ મુજબ ૧૦ જેટલા મુખ્ય વાર-તહેવારોની ઉજવણી
૧૩ ઓગસ્ટથી તહેવારોની વણઝાર સાથે હિન્દુ કેલેન્ડરનો ૧૦ મો મહિનો શ્રાવણ માસનો શુભારંભ થશે ૧૨ મી એ દિવાસો ( અષાઢ માસની પુર્ણાહુતી) ,૧૭ મી એ નાગ પાંચમ, ૨૮ મી એ રક્ષાબંધનઃ શ્રાવણના ૩ સોમવાર ઓગસ્ટમાં: અંગ્રેજી કેલેન્ડર ના આઠમા મહિના મા ૨૯ જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના દિવસોની થશે ઉજવણીઃ ૧૫મી ઓગસ્ટે સ્વતંત્ર દિવસ

( સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૩૧: આજે જુલાઈ માસનો અંતિમ દિવસ છે. આવતીકાલે વિક્રમ સવંત ૨૦૮૨ અષાઢ સુદ ત્રીજ ને રવિવાર થી અંગ્રેજી કેલેન્ડરનો આઠમો મહિ નો ઓગસ્ટ માસ ની શુભ શરૂઆત થશે. ઓગસ્ટ - ૨૦૨૬ દરમિયાન હિન્દુ પંચાંગ મુજબ (અષાઢ તથા શ્રાવણ માસ ના) કુલ ૧૦ જેટલા મહત્વના વાર- તહેવારો ની પરંપરાગત રીતે ઉજવણી થશે.
જેમાં કામિકા એકાદશી, નાગ પાચમ, પવિત્રા/ પુત્રદા એકાદશી, રક્ષાબંધન સહિતના મહત્વના વાર-તહેવારો નો સમાવેશ થાય છે. ૧૨ ઓગસ્ટના રોજ દિવાસા પર્વ બાદ ૧૩ ઓગસ્ટ થી તહેવારોની વણઝાર સાથે હિન્દુ કેલેન્ડર નો દશમો મહિનો પવિત્ર શ્રાવણ માસ નો શુભારંભ થશે. જેમાં શ્રાવણ માસ ના ત્રણ સોમવાર ઓગસ્ટ માસમાં આવે છે. જ્યારે ચોથો અને છેલ્લો સોમવાર ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ આવશે.
અષાઢ- શ્રાવણ દરમિયાન ઓગસ્ટ માસ માં આવતા હિંદુ પંચાંગ મુજબ તહેવારો ની તારીખ-વાર સાથે યાદી જોઈએ તો તારીખ ૯ ને રવિવાર ના રોજ કામિની એકાદશી
તારીખ ૧૨ ને બુધવાર ના રોજ હરિયાળી અમાસ, દિવાસો સાથે અષાઢ માસની પુણ્યતિ તારીખ ૧૩ ને ગુરૂવાર ના રોજ શ્રાવણ માસનો શુભારંભ, તારીખ ૧૭ ને સોમવાર નાગ પાંચમ, શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, તારીખ ૧૮ ને મંગળવાર પ્રથમ રાંધણ છઠ્ઠ, તારીખ ૧૯ ને બુધવાર પ્રથમ શીતળા સાતમ, તારીખ ૨૩ ને રવિવાર પવિત્રા અગિયારસ, પુત્રદા એકાદશી, તારીખ ૨૪ ના રોજ શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર, તારીખ ૨૮ ને શુક્રવાર રક્ષાબંધન, નાળિયેરી પૂનમ, તારીખ ૩૧ ના રોજ શ્રાવણ માસનો તળતીય સોમવાર ની ઉજવણી કરવામાં આવે છે.
જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોમાં, સ્વતંત્ર દિન, રાષ્ટ્રીય રમતોત્સવ દિન, વિશ્વ આદિવાસી દિવસ, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ , વિશ્વ હાથી દિવસ, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને રાષ્ટ્રીય રમતોત્સવ દિન સહિતના મહત્વના દિવસો ની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી થશે. દરમિયાન ઓગસ્ટ માસમાં આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના દિવસો ની તારીખ સાથે પ્રાપ્ત યાદી જોઈએ તારીખ ૧ ના રોજ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ તથા વર્લ્ડ વાઇદ વેબ ડે., તારીખ ૩ ના રોજ લિવિંગ સિન્ડ્રોમ જાગળતિ દિવસ.તારીખ ૬ ના રોજ હિરોશિમા દિવસ. તારીખ ૭ ના રોજ રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ. તારીખ ૮ ના રોજ ભારત છોડો આંદોલન.તારીખ ૯ ના રોજ વિશ્વ સંસ્કળત દિવસ તથા રાષ્ટ્રીય પુસ્તક પ્રેમી દિવસ. તારીખ ૧૦ ના રોજ વિશ્વ સિંહ દિવસ, વિશ્વ બાયો ફયુઅલ ડે. તારીખ ૧૨ ના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તથા વિશ્વ હાથી દિવસ. તારીખ ૧૩ ના રોજ વિશ્વ અંગદાન દિવસ. તારીખ ૧૫ ના રોજ ભારત સ્વતંત્ર દિવસ. તારીખ ૧૯ ના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ. તારીખ ૨૦ ના રોજ ભારતીય અક્ષય ઉર્જા દિવસ. તારીખ ૨૩ ના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ. તારીખ ૨૪ ના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ( કવિ શ્રી નર્મદ નો જન્મદિવસ). તારીખ ૨૬ ના રોજ મહિલા સમાનતા દિવસ. તારીખ ૨૯ ના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ મનાવવામાં આવે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
