News of Friday, 2nd October 2026
ગુજરાતમાંથી ચોમાસુ હવે ઝડપથી વિદાય લેશે
અલનિનોના પ્રભાવથી શિયાળામાં ઠંડી ઓછો રહેશે અને હવે શરૂ થનાર નોર્થ-ઇસ્ટ મોન્સૂન વધુ સબળ બનશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨: ૨૦૨૬નું મોન્સૂન પુરૂ થયા બાદ હાલ જે સમયગાળો ચાલી રહ્યો છે તે પોસ્ટ મોન્સૂન ગણાય છે પણ આઇએમડી દ્વારા જણાવાઇ ઝડપથી વિદાય લેશે. દેશના અન્ય રાજ્યોમાંથી પણ નૈઋત્યનું ચોમાસુ ક્રમશઃ વિદાય લેશે પણ દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનો હવે ટૂંક સમયમાં પ્રારંભ થશે. એ કહેવાય છે નોર્થ-ઇસ્ટ મોન્સૂન.
સ્કાયમેટના વી.પી. મહેશ પલાવત અલનિનોના પ્રભાવ અંતર્ગત જણાવે છે કે, અલનિનોના પ્રભાવને કારણે હવે શરૂ થનાર નોર્થ ઇસ્ટ મોન્સૂન વધુ સબળ જોવા મળશે. મહેશ પલાવત વધુમાં જણાવે છે કે અલનિનો ફેબ્રુઆરી-૨૦૨૭ સુધી યથાવત રહેનાર છે અને ઓકટોબર નવેમ્બરમાં તેનો પ્રભાવ ચમર પર રહેશે. જેથી આ વેળા શિયાળાની ઠંડી ઓછી રહેશે.
ગુજરાતમાં હાલ ગરમી વધી છે અને તે હજુ રહેવાની છે ત્યારે શું હવે વરસાદી માહોલ બનશે? બનશે તો કયારે બનશે? નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ સપ્તાહનાં અંતભાગે એટલે કે ૫-૬ તારીખે ઉત્તરના રાજ્યોમાં તેનો પ્રભાવ પાથરશે. જો આ ડબલ્યુ-ડી નીચા લેવલે પસાર થાય અને મજબુત હશે તો જ રાજસ્થાન- ગુજરાતમાં હળવા વરસાદી માહોલની સંભાવના ઉજાગર થાય અન્યથા નહીં.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
