<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાની જામકંડોરણાથી નાથદ્વારાની પગપાળા યાત્રા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃ તા. ૨૫,સૌરાષ્‍ટ્રના ખેડૂતોના મસીહા અને છોટે સરદાર તરીકે ખ્‍યાતનામ પિતાશ્રી સ્‍વ વિઠ્ઠલભાઈ રાદડિયા ની જેમ શ્રીનાથજી બાવા પ્રત્‍યે અખૂટ શ્રદ્ધા ધરાવતા જેતપુર જામકંડોરણા ના   ધારાસભ્‍ય અને જિલ્લા બેંકના ચેરમેન  જયેશભાઈ રાદડિયાએ વતન જામકંડોરણા થી ૭૦૦થી વધુ કિલોમીટરની રાજસ્‍થાનના શ્રીનાથજીની કઠિન પગપાળા યાત્રા શરૂ કરી છે તેમની આવી શ્રીનાથજી બાવા પ્રત્‍યેની શ્રદ્ધા અને સાહસિકતાભરી આ પગપાળા યાત્રાને સ્‍વ વિઠ્ઠલભાઈના નજદીકના ટેકેદાર જિલ્લા બેંકના ડિરેક્‍ટર અને માર્કેટિંગ યાર્ડના   પ્રમુખ હરિભાઈ ઠુંમર ભોલે જિલ્લા બેંકના ડિરેક્‍ટર અને સિનિયર એડવોકેટ નરશીભાઈ મુંગલપરા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા સરદાર પટેલ સોશિયલ ગ્રુપના પ્રમુખ હરસુખભાઈ સોજીત્રા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અલ્‍પેશભાઈ વોરા યુવા અગ્રણી ઉત્તમ ઠુંમર પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પાદરીયા સહિતના આગેવાનોએ શુભેચ્‍છા અને અભિનંદન પાઠવ્‍યા છે

(11:52 AM IST)