<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે

દુષ્કર્મ અને અપહરણના ગુનામાં સિદિક બધાણીની ધરપકડ કરી જેલ હવાલે કરાયો

 

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી નજીકના મધુપુર (નવા નાગડાવાસ) ગામે રહેતા પરીવારનીસગીરવયનીદિકરી કામે જતી ત્યાં પરીચય કેળવીને સાથે કામ કરતા સિદીક અબ્દુલભાઈ બધાણીમિંયાણા (23) (રહે. નવા અંજીયાસર તા.માળીયા ) એ અપહરણ કયરું હતું. બાદ સગીરા સાથે દુષ્કર્મ થયુ હોય મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી હતી. જેની તપાસ બાદ તાલુકા પીઆઈ ઘેટીયા તથા સ્ટાફે પોકસો, દુષ્કર્મ અને અપહરણના ગુનામાં સિદિક બધાણીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

(12:28 AM IST)