તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Friday, 2nd October 2026
ગાંધી જયંતી નિમિત્તે ‘નશામુક્ત ભારત' જાગળતિ રેલીને રાજ્યમંત્રી પ્રવીણ માળી અને રિવાબા જાડેજાએ ફ્લેગ ઓફ કરાવી રવાના કરી : વ્યસનને કહો ના, જિંદગીને કહો હા ના નારાથી ગુંજી ઉઠ્યું જામનગર

જામનગર : ‘સેવા સંકલ્પ અભિયાન' હેઠળ ‘નશામુક્ત ભારત અભિયાન' અંતર્ગત આજે જામનગરમાં જાગળતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતીના યોજાયેલી આ રેલીનું -સ્થાન શહેરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતેથી કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી પ્રવીણ માળી અને રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે રેલીને લીલીઝંડી દર્શાવી રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીજીને સૂતરની આંટી પહેરાવી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલીમાં સ્થાનિક જન-તિનિધિઓ, જિલ્લા કલેક્ટર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ એન.સી.સી. (NCC) કેડેટ્સ અને બહોળી સંખ્યામાં સ્થાનિક યુવાનો જોડાયા હતા. રેલી દરમિયાન યુવાનોએ ૅવ્યસનને કહો ના, જિંદગીને કહો હા ના નારાઓ સાથે સમાજમાં નશામુક્તિ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢી વિવિધ વ્યસનોથી દૂર રહે અને નશામુક્ત તથા સશક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપે તે માટે જાગળતિ લાવવાનો છે. આ સાથે જ પૂજ્ય બાપુના સ્વચ્છતા અને સ્વદેશીના વિચારોને અનુસરીને તમામ સરકારી કચેરીઓમાં વિશેષ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
