તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 1st October 2026
રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની લીધી મુલાકાત : રણમલ તળાવ અને ખંભાળિયા ગેટના વિકાસ કાર્યોની મેળવી માહિતી : જુઓ વિડીયો
જામનગરની ઐતિહાસિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને આધુનિક સુવિધાઓ સાથે સંતુલિત વિકાસ થાય તે દિશામાં કામ કરવા મંત્રીશ્રીનો ભાર : ડેપ્યુટી મેયર રાકેશ ડેર, કમિશનર દીપેશ કેડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૦૧ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ આજે જામનગર શહેરની મુલાકાત દરમિયાન શહેરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ ભુજિયા કોઠા ઉપરાંત રણમલ તળાવ અને ખંભાળિયા ગેટની ઐતિહાસિક વિશેષતાઓ અને હાલ ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસ માટે હાથ ધરવામાં આવતી કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જામનગરની ઐતિહાસિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ શહેરનો આધુનિક સુવિધાઓ સાથે સંતુલિત વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂકવો જોઈએ.
આ તકે મંત્રીશ્રી સાથે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપાડિયા સહિતના અધિકારીશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
