<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

રાજ્‍યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા જામનગરમાં સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાયાઃ ‘એક દિન, એક ઘંટા, એક સાથ' સંકલ્‍પ સાથે શ્રમદાન કર્યુ

જામનગરઃ શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગરના રણમલ તળાવ-૩ ખાતે યોજાયેલા સ્‍વચ્‍છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત પદાધિકારીઓ અને અધિકારીઓએ ‘એક દિન, એક ઘંટા, એક સાથ'ના સંકલ્‍પ સાથે શ્રમદાન કરીને આસપાસના વિસ્‍તારની સફાઈ કરી હતી. આ કાર્યક્રમનો મુખ્‍ય હેતુ જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા જાળવવામાં નાગરિકોની ભાગીદારી વધારવાનો અને સ્‍વચ્‍છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો છે. ૨ ઓક્‍ટોબર ગાંધીજયંતિની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં શરૂ થયેલા ‘સ્‍વચ્‍છતા હી સેવા' અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના વિવિધ જાહેર સ્‍થળો પર આ પ્રકારની સફાઈ પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અભિયાનમાં ડેપ્‍યુટી મેયર રાકેશભાઈ ડેર, જિલ્લા કલેક્‍ટર પી.બી. પંડ્‍યા, મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, પ્રાંત અધિકારી એસ.ડી. બારડ તેમજ સ્‍થાનિક આગેવાનો, કોર્પોરેટરો, સ્‍વચ્‍છતાકર્મીઓ અને સ્‍થાનિક નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર)

(1:10 PM IST)