તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખનન સામે ખાણ ખનીજ અને પોલીસના દરોડા :રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
સાયલા તાલુકાના ચોરવીરા, ખાખરાળી અને થાનગઢના જામવાળી વિસ્તારમાં કડક કાર્યવાહી: .ત્રણેય સ્થળોએથી કુલ 37 કૂવાઓમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી લીધા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ ખનીજના ગેરકાયદેસર ખનન સામે ખાણ ખનીજ અને પોલીસની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના 2 તાલુકામા ગેરકાયદે ખનન કરતા સ્થળે દરોડા કરવામાં આવ્યો હતો સાયલા તાલુકાના ચોરવીરા, ખાખરાળી અને થાનગઢના જામવાળી વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ છે ચોરવીરામાંથી 11 કૂવામાંથી ખનન ઝડપાયું છે ચોરવીરા ગામેથી રૂ. 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સાબડિયા લાલજીભાઈ ધનાભાઈ દ્વારા ખનન કરાવાતું હોવાનો ખુલાસો થયો છે
. ખાખરાળીમાંથી રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ખાખરાળીના ચોપાટ વિસ્તારમાં 7 કૂવામાંથી ગેરકાયદેસર ખનન ઝડપી બે ટ્રેક્ટર અને જનરેટર સહિતની સામગ્રી કબજે કરાઈ છે જામવાળીમાં 20 કૂવાઓ પર રેડ: થાનગઢના જામવાળી ગામે મુની દેવળ મંદિર પાછળથી 20 કૂવામાં ચાલતું ખનન પકડી રૂ. 25લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે .ત્રણેય સ્થળોએથી કુલ 37 કૂવાઓમાંથી ગેરકાયદેસર ખનન ઝડપી આશરે રૂ. 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે . તંત્ર દ્વારા જીપીએસ કોર્ડિનેટ સાથે માપણી શરૂ કરી મિનરલ્સ એક્ટ-1957 હેઠળ પોલીસ ફરિયાદ અને દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે .
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
