તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાંથી ખનીજ ચોરી પકડાઇઃ છ શખ્સો ઝડપાયા
રેન્જ ડીઆઇજી નિર્લીપ્તરાયના માર્ગદર્શન હેઠળ પી.આઇ. અપુર્વ પટેલ સહિતની રાજકોટ રેન્જની ટીમનો દરોડોઃ જે.સી.બી. લોડર, ટ્રેકટર સહિત ૩૫ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારી તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા શખ્સો વિરૂધ્ધ કાર્યાવહીક રવા આપેલી સુચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર અપૂર્વ પટેલનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એન. મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ. કાંટેલીયા, એ.વાય.ઉધાસ તથા સ્ટાફ દ્વારા કવાયત શરુ કરાવઇ હતી.
દરમિયાન મળેલી ચોકકસ હકિકત આધારે સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, રવીરાજસિંહ વાળા, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા,એ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા પોલીસ મથક વિસ્તારના નાગવદર ગામ ગધેથડ રોડ વેણુ નદીમાં વોડોપાડી ગેરકાદે ખનીજની ચોરી પકડી જેસીબી ડ્રાઇવર સાગરભાઇ દાસાભાઇ ખાંભલા (રહે. મહિકી તા. જામજોધપુર), જેસીબી માલિક હિતેશ કારાભાઇ ભીંટ (રહે. નાગવદર ગામ તા. ઉપલેટા), ટ્રેકટર ડ્રાઇવર રણછોડભાઇ દેવાભાઇ ભીંટ (રહે. નાગવદર), લોડર ડ્રાઇવર દર્શનભાઇ કનુભાઇ મવકાણા (રહે. નાગવદર), લોડર માલિક મયુરભાઇ ગોવાભાઇ ભીંટ (રહે. નાગવદરગામ) અને ટ્રેકટર ડ્રાઇવર રાણાભાઇ મસરીભાઇ ભીંટ (રહે. નાગવદર) પાસેથી જેસીબી-૧, લોડર-૧ તથા ટ્રેકટર-ર, મળી કુલ રૂા. ૩પ,૦૦,૦૦૦ નો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ અને ખાણખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારૂ છે આ શખ્સોને તથા મુદ્દામાલને સોંપી કાર્યવાહી કરી હતી.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
