તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
ગોંડલમાં એકટીવા ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતો મિલન ગમારા પકડાયો
ગોવામાં વેચવા માટેનો ‘ફોર સેલ ઇન ગોવા ઓન્લી' દારૂ સહિત ૮૭ હજારનો મુદામાલ રૂરલ એલસીબીએ ઝડપી લીધો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૧૭ : લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ગોંડલ માં ઙ્કોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન એ ભોજરાજપરા વિસ્તારમાંથી એક્ટિવા સ્કૂટર પર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને દારૂના જથ્થા, મોંઘાદાટ મોબાઈલ અને વાહન સહિત કુલ રૂ. ૮૭,૪૮૦ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ LCBના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ભગવાનસિંહ રાઠોડ તથા ASI આઇ.એસ.જાડેજા, જે.સી.રાણા, એ.આર.ગુજરાતી સહિતનો સ્ટાફે ભોજરાજપરા ગંજીવાડા, બાપા સિતારામ મઢુલી પાસેથી એકટીવા ઉપર પસાર થતા મીલનભાઈ ગોવિંદભાઈ ગમારા (ઉં.વ. ૨૮), રહે. હાલ ભોજરાજપરા ગંજીવાડા, ગોંડલ (મૂળ રહે. લક્ષ્મીનગર શેરી નં-૨/૩, રાજકોટ) ની તપાસ કરતા ઓકસ્મીથ ગોલ્ડ ઇન્ટરનેશનલ વ્હીસ્કી, સ્મીરનઓફ ગ્રીન એપલ વોડકા અને સ્મીરનઓફ ટ્રીપલ ડીસ્ટીલેડ વોડકાની (ફોર સેલ ઇન ગોવા ઓન્લી) માર્ક વાળી ૧૮૦ MLની કુલ ૪૪ કંપની સીલપેક બોટલો (કિંમત રૂ. ૭,૪૮૦), ગુનામાં વપરાયેલું સફેદ હોન્ડા એક્ટિવા સ્કૂટર નં. GJ-03-MP-૫૦૦૩ (કિંમત રૂ. ૫૦,૦૦૦) અને સેમસંગ કંપનીનો ગેલેક્સી લ્૨૩ અલ્ટ્રા સ્માર્ટફોન (કિંમત રૂ. ૩૦,૦૦૦) મળી કુલ રૂ. ૮૭,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
