<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

દુધરેજ નર્મદાની કેનાલમાં આધેડનો મૃતદેહ મળી આવ્‍યો

વઢવાણ, તા.૨: દુધરેજ નર્મદાની કેનાલ રેલવે નાળા નજીકથી આધેડનો મળત્‍યુ મળ્‍યો છે અંદાજિત ૫૦ વર્ષ ઉંમર હોવાનું પ્રાથમિક અનુમાન વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યું છે ત્‍યારે કોણ છે અને શા માટે આત્‍મહત્‍યા કરી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને તેના સગા અને સ્‍ નેહીજનોને પણ શોધખોળ માટેની તપાસ શરૂ કરવામાં આવી છે અજાણ્‍યા આધેડનો મળતદેહ કેનાલ માંથી મળ્‍યા બાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે પીએમ કરવામાં આવ્‍યું છે અને હાલ કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવ્‍યું છે.

આગળની તપાસ સીટી એ ડિવિઝન પોલીસ મથકના સોંપવામાં આવી છે ત્‍યારે એ ડિવિઝન પોલીસને પણ ગુમ લોકોની યાદી મંગાવી છે અને આ આધેડ નું ગુમ યાદીમાં નામ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:46 AM IST)