<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

પાટડીના બામણવા ગામે રાત્રિના આધેડ ખેડૂતની હત્‍યા

વિરજીભાઇ ઠાકોર દરરોજ રાત્રે ખેતરે દાડમ અને કપાસના પાકની રક્ષા કરવા જતા હતાઃ સવારે મૃતદેહ રસ્‍તામાં નજરે પડયો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૫: પાટડી તાલુકાના બામણવા ગામે રાત્રિના સમયે ખેતરે જઈ રહેલા ૫૫ વર્ષીય આધેડની અજાણ્‍યા શખ્‍સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્‍યા કરી નાખી હતી. રાત્રીના અંધારામાં ખેતર પહોંચે તે પહેલાં જ આ વારદાતને અંજામ આપી હત્‍યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પાટડી ડીવાયએસપી અને પીએસઆઈ સહિતનો ઉચ્‍ચ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

બામણવા ગામે રહેતા ૫૫ વર્ષીય ઠાકોર વીરજીભાઈ રોજિંદા ક્રમ મુજબ રાત્રે જમીને ખેતરે ઊંઘવા જવા નીકળ્‍યા હતા. તેમના ખેતરમાં દાડમ અને કપાસનો પાક હોવાથી તેઓ કાયમ રાત્રે રક્ષણ માટે ખેતરે જતા હતા. રાત્રે ૧૧ વાગ્‍યાની આસપાસ તેઓ એકલા ખેતર તરફ જઈ રહ્યા હતા ત્‍યારે રસ્‍તામાં અજાણ્‍યા શખ્‍સોએ ધારીયા સહિતના તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો.

બામણવાથી જરવલા જવાના રસ્‍તે ઓંડાના માર્ગ પર વહેલી સવારે ગ્રામજનોએ વીરજીભાઈને લોહીલુહાણ હાલતમાં પડેલા જોયા હતા. તેમણે તુરંત પરિવારજનોને જાણ કરતાં લોકોના ટોળેટોળાં સ્‍થળ પર એકઠા થઈ ગયા હતા. પરિવારે ઘટનાની જાણ કરતાં જ પાટડી પોલીસની ટીમ તાકીદે બામણવા ગામે દોડી આવી હતી. પોલીસે મળતકના પરિવારજનોના નિવેદનના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મળતદેહનો કબ્‍જો મેળવીને પોસ્‍ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્‍પિટલ મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘાતકી હત્‍યાના હત્‍યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે ડોગ સ્‍કવોડ, એફએસએલ અને ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાતોની મદદ લીધી છે. પોલીસે હત્‍યાનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા અજાણ્‍યા આરોપીઓનું સુરાગ મેળવવા વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, મળતક વીરજીભાઈ ઠાકોર પોતાના રોજિંદા ક્રમ મુજબ રાત્રે જમીને ખેતરે ઊંઘવા જઈ રહ્યા હતા. પોતાના ખેતરમાં વાવેલા દાડમ અને કપાસના પાકના રક્ષણ માટે રાત્રે આશરે ૧૧ વાગ્‍યાના સુમારે તેઓ એકલા ખેતર તરફ ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્‍તામાં અંધારાનો લાભ લઈને અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા અજાણ્‍યા હુમલાખોરોએ તેમના પર ધારીયા સહિતના ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ ચકચારી હત્‍યા કેસમાં આરોપીઓનું કોઈ સુરાગ મેળવવા માટે પોલીસે ડોગ સ્‍કવોડ, એફએસએલ (FSL) અને ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાતોની મદદ લઈને વિવિધ દિશાઓમાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

રાત્રે ખેતરમાં કૂતરાંને રોટલા નાખી ત્‍યાં જ સૂઈ જતા હતા

મારા પપ્‍પા કાયમ રોજ રાત્રે એટલે કે વર્ષના તમામ ૩૬૫ દિવસ ખેતરમાં કૂતરાઓને રોટલા નાખી ત્‍યાં જ સૂઈ જતા હતા. શનિવારે રાત્રે પણ તેઓ જમીને ખેતર જવા માટે નીકળ્‍યા હતા, ત્‍યારે ખેતર પહોંચે એ પહેલાં કોઈએ એમની હત્‍યા કરીને જતાં રહ્યાં હતા.

મારા પપ્‍પાને કોઈની સાથે દુશ્‍મનાવટ હોય એવી કોઈ વિગત અમારી પાસે નથી, સાચી હકીકત પોલીસ તપાસમાં જ બહાર આવશે તેમ  જતીન ઠાકોર, મળતકના પુત્રએ જણાવ્‍યુ છે.

(11:29 AM IST)