તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
જેતપુર તાલુકા પંચાયતની મેવાસા બેઠક ભાજપ માટે બિનહરીફ : નયનાબેન સાવલિયા વિજેતા : કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચાયું: "આપ"નું ફોર્મ રદ થતાં ભાજપની વિજય કૂચની શરૂઆત
ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવાર હીનાબેન લાલુનું ફોર્મ પરત ખેંચાયું : ભાજપની વિજય કૂચથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૧૫ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હોય જેતપુર તાલુકા પંચાયતની મેવાસા બેઠક બિનહરીફ થઈ છે. મેવાસાની આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. જેથી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મેદાનમાં હતા.
પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપે ખેલ પાડી દેતા કોંગ્રેસના ઉમેદવાર હીનાબેન લાલુનું ફોર્મ પરત ખેંચાયું હતું. કોંગ્રેસનું ફોર્મ ખેંચાતા ભાજપના ઉમેદવાર નયનાબેન સાવલિયા બિનહરીફ જાહેર થયા છે.
મેવાસા બેઠક બિનહરીફ થતાં ભાજપની વિજય કૂચની શરૂઆત થઈ છે અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
