News of Monday, 5th October 2026
ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે પૂ.દયાનંદગીરીજી મહારાજની સ્મૃતિમાં પૂ.અમરગીરીજી મહારાજના સાનિધ્યમા કાલે ધુન

રાજકોટ, તા.૫: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલા શ્રી મહાકાળી આશ્રમે પૂ.દયાનંદગીરીજી મહારાજની સ્મળતિમા પૂ.અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત ચરાડવા ગામ ધુન મંડળ દ્વારા કાલે તારીખ ૦૬/૧૦/૨૦૨૬ ને મંગળવારના રોજ વદ અગિયારસના પાવન દિવસે ધુન રાખવામાં આવી છે આ ધુનનો સમય સવારે ૮: ૦૦ થી ૧૨: ૦૦ સુધીનો રહેશે.
આ ધાર્મિક કાર્યક્રમ શ્રી મહાકાળી આશ્રમ, ચરાડવા ખાતે યોજાશે. આ ધુનમાં પ્રસાદના દાતા તરીકે નરભેરામભાઈ અંબારામભાઈ સમલી સેવા આપશે. સમસ્ત ચરાડવા ગામ ધુન મંડળ દ્વારા તમામ ભાવિક ભક્તોને આ ધુનમાં હાજરી આપી ધન્યતા અનુભવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
