<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

છેલ્લા ૧૨ કલાકમાં મોરબી જિલ્લામાં મેઘતાંડવ : મોરબીમાં સૌથી વધુ પોણા ૯ ઇંચ અને ટંકારામાં સાડા ૭ ઇંચ વરસાદ

સાંજે ૪ થી ૬ વાગ્યામાં વાંકાનેરમાં વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો : હળવદમાં સાડા ૬, માળિયામાં પોણા ૫ અને વાંકાનેરમાં સાડા ૪ ઇંચ વરસાદ નોંધાયો

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલો ભારે વરસાદ સાંજે ધીમી ઝરમર સ્વરૂપે ચાલુ રહ્યો છે. આજના દિવસમાં સવારથી સાંજ સુધીના ૧૨ કલાકના સમયગાળા દરમિયાન જિલ્લામાં ભારે વરસાદી આંકડા નોંધાયા છે, જેમાં મોરબી પંથકમાં સૌથી વધુ પોણા ૯ ઇંચ વરસાદ વરસી ગયો છે.

 

આંકડાકીય વિગતો મુજબ, સાંજે ૪ થી ૬ વાગ્યા સુધીના બે કલાકના ગાળામાં વાંકાનેરમાં ધોધમાર વધુ દોઢ ઇંચ (૪૦ મીમી) વરસાદ નોંધાયો છે. આ સાથે છેલ્લા ૧૨ કલાકમાં મોરબીમાં સૌથી વધુ પોણા ૯ ઇંચ, ટંકારામાં સાડા ૭ ઇંચ, હળવદમાં સાડા ૬ ઇંચ, માળિયામાં પોણા ૫ ઇંચ અને વાંકાનેરમાં સાડા ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

(7:58 PM IST)