<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે મેઘરાજાની ધીમી ધારે પધરામણી : પંદર મિનિટથી ઝરમર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી: રાત્રે મોટાભાગના સૌરાષ્ટ્ર ઉપર વાદળા છવાયા

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામવાના એંધાણ : અમરેલી, ભાવનગર, બોટાદ સહિત અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

સુરેન્દ્રનગર  : સુરેન્દ્રનગર શહેરમાં મોડી રાત્રે ૧૧ વાગ્યે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સ્થાનિક સ્તરેથી મળેલી તાજી માહિતી પ્રમાણે શહેરમાં છેલ્લી પંદર મિનિટથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ લખાય છે ત્યારે ઝરમર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે. જોકે વરસાદનું સત્તાવાર પ્રમાણ હજુ જાહેર થયું નથી.

 

દરમિયાન આવતીકાલે સવારના સાડા આઠ વાગ્યા સુધી સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

 

સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વીજળીના કડાકા તથા કલાકના ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને ખુલ્લાં મેદાન અને વૃક્ષ નીચે આશરો ન લેવા સાવચેત કરાયા છે. (સત્તાવાર હવામાન બુલેટિન)

 

દરમિયાન મોડી રાત્રે ૧૨ વાગ્યા ની ઈનસેટ તસવીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર વાદળ છવાયેલા જોવા મળે છે..

(12:13 AM IST)