<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

અમરેલીના જાફરાબાદના દરિયાઈ કાંઠા પંથકના ગામોમાં મેઘરાજાની પધરામણી

હેમાળ, કડિયાળી, વઢેરા અને બાબરકોટ સહિતના ગામોમાં વરસાદ

અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. જાફરાબાદના દરિયાઈ કાંઠા પંથકના ગામોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જાફરાબાદ પંથકના હેમાળ, કડિયાળી, વઢેરા અને બાબરકોટ સહિતના ગામોમાં વહેલી સવારે વરસાદ પડ્યા બાદ ફરી વરસાદી માહોલ બંધાયો હતો. અહીં પડી રહેલા ધીમીધારના વરસાદના કારણે અસહ્ય બફારાથી મુક્તિ મળી છે અને ખેડૂતો આગામી વાવણીના આયોજનમાં વ્યસ્ત બન્યા છે.

(1:27 AM IST)